ભાવિન મહારાજે રાજ્યની દરેક જેલમાં ભાગવત કથાનું આયોજન કર્યું છે. હમણા પોરબંદરમાં કથા કરી. અગાઉ તે અમદાવાદ, નડીયાદ, સુરત, પાટણ અને જૂનાગઢમાં કથા કરી ચૂક્યા છે. વ્યવસાયે આઈટી એન્જિનિયર ભાવિન મહારાજનું માનવું છે કે ક્રિમિનલો કથાના મારગે આગળ વધે તોસમાજમાં ક્રાંતિ થાય.રાજ્યના જેલ વિભાગના ડીજીપીના માર્ગદર્શન નીચે આ કેદી માનસ પરિવર્તન કથા યોજાય છે.