શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને 'યુનેસ્કો'એ તેનાં 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર'માં સ્થાન આપ્યું છે. યુનેસ્કોનું આ 'રજીસ્ટર' અસામાન્ય મૂલ્યો ધરાવતાં પુસ્તકોનું ડોક્યુમેન્ટેશન કરી તેને વિશ્વ વિરાસતમાં સ્થાન આપે છે.
યુનેસ્કોનાં આ પગલાં અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડીયા ઉપર લખ્યું, 'આ વિશ્વભરમાં પથરાયેલા દરેક ભારતીય માટે એક ગર્વની ક્ષણ છે.' તેમાં કાલાતીન તેમાં ભારતનાં જ્ઞાન અને રાષ્ટ્રની સાંસ્કૃતિક સમૃદ્ધિ તે દ્વારા સ્વીકૃતિ કરવામાં આવી છે. ગીતા અને નાટયશાસ્ત્રએ આપણી સમાજ રચનામાં સિંચન કર્યું છે, અને સૈકાઓ સુધી રાષ્ટ્રના આત્માને ચેતનવંત રાખ્યો છે. તેમાં રહેલું ગહન જ્ઞાન, સૈકાઓ સુધી વિશ્વને પ્રોત્સાહિત રાખશે.