અંબાજીમાં આજે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે ભાદરવી પૂનમ છે અને લાખો માઈભક્તો અંબાજીમાં શિશ ઝુકવી ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શનનું અનેરુ મહત્વ રહેલું છે. લાખો માઈભક્તો અંબાજીમાં છે અને હજુ પણ પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યાં છે. આજે મંદિરને હજારો લોકો ધજાઓ અર્પણ કરી આસો માસની નવરાત્રિ પર માઁ અંબાને આવવા આમંત્રણ પાઠવશે.