-
સબરીમાલા મંદિરમાં માસિક ધર્મની મહિલાઓને પ્રવેશ નહીં આપવા ભારે ધમાસાણ ચાલી રહ્યું છે. સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં 10થી 50 વર્ષની વયની મહિલાઓને આ મંદિરમાં હજુ પ્રવેશ અપાયો નથી . બીજી બાજુ એક પરિવારમાં મેનોપોઝ એટલે કે રજસ્વલા માસિક ધર્મની પૂર્ણતાને આરે આવેલી નિલા નામની 40 વર્ષિય માતાને કેવી તકલીફો પડે છે અને પતિ સાથે તથા નોકરીમાં કેવો માનસિક સંઘર્ષ સહન કરવો પડે છે તેની અસરકારક રજૂઆત મેનોપોઝ નામની એક ટૂંકી હિન્દી ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. જે સમાજમાં આ ઉંમરે સહન કરતી હજારો લાખો માતાઓ અને મહિલાઓની વાસ્તવિક્તા દર્શાવે છે. તેનું ડિરેક્શન પ્રતિક શાહે કર્યું છે. કથા પણ તેમણે કંડારી છે. અભિનયમાં સાન્યા જમશેદજી, વિજય કાબરા અને અર્જીત ભારદ્વાજએ પ્રાણ રેડ્યો છે. દિલ્હી કોલેજ ઓફ ફોટોગ્રાફીના બીજા પ્રિમિયરમાં આ શોર્ટ ફિલ્મ બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડીરેક્ટર, બેસ્ટ સ્ક્રીન પ્લે, અને બેસ્ટ એકટ્રેસ માટે પસંદ થઇ છે. ઉપરાંત કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં તે બેસ્ટ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઇ છે જે 14 નવે.ના રોજ દર્શાવાશે. હિન્દી ભાષામાં તૈયાર કરાયેલી આ શોર્ટ ફિલ્મ માત્ર 19.27 મિનિટની છે. એટલે કે 19 મિનિટ 27 સેકંડમાં નીલા નામની એક મહિલા,માતા, અને મેનોપોઝની માનસિક્તા બ્યાન કરવામાં આવી છે.