સીબીઆઇએ આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૨માં લોન મંજૂર કરવામાં છેતરપિંડી અને અનિયમિતતા આચરવા બદલ સીબીઆઇ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
સીબીઆઇએ ચંદા કોચર, તેમના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત ઉપરાંત નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ દાખલ કર્યો છે.