હરિયાણામાં આંદોલનકારી ખેડૂતો પર પોલીસ દ્વારા નિર્દયતા પૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેને પગલે અનેક ખેડૂતો લોહીલુહાણ થઇ ગયા છે. આ ઘર્ષણમાં આશરે 10 જેટલા ખેડૂતો ઘાયલ થયા છે. પોલીસના બર્બર્તા પૂર્વકના લાઠીચાર્જ બાદ ખેડૂતો વિફર્યા હતા અને હરિયાણાના હાઇવે જામ કરી દીધા હતા. લોહીલૂહાણ ખેડૂતોના વીડિયો અને તસવીરો વાઇરલ થઇ રહી છે અને ખટ્ટર સરકારની ભારે ટીકા થઇ રહી છે.
હરિયાણાના કર્નાલમાં ભાજપના નેતાઓ એકઠા થવા જઇ રહ્યા હોવાની જાણકારી ખેડૂતોને મળી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો હરિયાણાના મુખ્યમંત્રી પર આ કાયદા પરત લેવા દબાણ કરી રહ્યા છે. તેઓ આ વિરોધના ભાગરૂપે જ કર્નાલ તરફ જઇ રહ્યા હતા જ્યાં ભાજપનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો હતો.