પશ્ચિમ બંગાળમાં રામ નવમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી.ભાજપ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
દરમિયાન ભાજપના દાર્જિલિંગના સાંસદ રાજુ બિષ્ટે કહ્યુ હતુ કે, બંગાળમાં રામ રાજ રહે તે જરુરી છે.મમતા સરકારના કામથી તો બંગાળ બીજુ કાશ્મીર બની શકે છે.હિન્દુઓે જેના પર ગર્વ કરે છે તેવી વસ્તુઓ કરતા તેમને રોકવામાં આવી રહ્યા છે.જો સરકાર નહીં સુધરી તો બંગાળ બીજુ કાશ્મીર બની જશે.
સાંસદ રાજુ બિષ્ટે સિલિગુરીમાં નિકળેલી શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને કહ્યુ હતુ કે, દેશમાં રામ રાજ્યનો અર્થ છે કે, કાયદાનુ શાસન, પણ પશ્ચિમ બંગાળમાં હત્યા અને રેપ હવે સામાન્ય વાત થઈ ગઈ છે.રાજ્યના મુખ્યમંત્રી જ લોકોને ભડકાવી રહ્યા છે.