પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પાર્ટીની મહિલા સાંસદો અને કાર્યકર્તાઓ સાથે વિશાળ રેલી કાઢી હતી. આ દરમિયાન કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનાર આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ 'WE Want Death Penalty'ના નારા લગાવ્યાં હતા.