ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પંચાયત ચૂંટણીની જાહેરાત 8 જૂને થઈ હતી, ત્યારથી લઈને ગઈકાલ સુધીમાં રાજ્યમાં હિંસા અને ઘર્ષણની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં 18 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો પશ્ચિમ બંગાળ ભાજપે પણ હિંસામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું છે. સુરક્ષા બંદોબસ્તને ધ્યાને રાખી રાજ્યભરમાં 1.35 લાખ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન હમણાં જ મળતા અહેવાલો મુજબ મુર્શિદાબાદમાં બોંબ ફાટવાથી CISF જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. તો આજે સવારે પણ અહીં એક વિસ્ફોટની ઘટનામાં તૃણમુલ ઉમેદવારના સસરાનું મોત નિપજ્યું છે.