પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. બંગાળમાં વિપક્ષના નેતા અને નંદીગ્રામના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ પંચાયત ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટું વચન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો રાજ્યની મહિલાઓને 500 રૂપિયાના બદલે 2000 રૂપિયા આપવામાં આવશે, જોકે ટીએમસીના નેતાઓએ બીજેપી નેતાના નિવેદન પર પ્રહારો કર્યા છે.