કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ટકરાવ ચાલી રહી છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપ્પન બંદોપાધ્યાયે પોતાના પદ અને સિવિલ સેવાથી રાજીનામુ આપી દીધુ હતું અને બાદમાં તેઓ ટીમ મમતામાં જોડાઇ ગયા છે.
31મી મે સુધી દિલ્હી આવવાનું તેમને કેન્દ્રનું ફરમાન હતું, જે વિવાદ વચ્ચે તેઓએ આ નિર્ણય લીધો છે. બીજી તરફ મમતાએ બંદોપાધ્યાયને ત્રણ વર્ષ માટે પોતાના મુખ્ય સલાહકાર નિમ્યા છે.
વાવાઝોડા યાસને લઇને પીએમ મોદીની જે બેઠક યોજાઇ હતી તેમાં મમતાની ગેરહાજરીને કારણે વિવાદ થયો હતો. એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકારના આદેશના ઉલ્લંઘન બદલ બંદોપાધ્યાયએ ચાર્જશીટનો સામનો કરવો પડી શકે છે.