મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગની ટીમોએ સ્ટીલ કંપનીઓ, એક કો ઓપરેટિવ બેન્ક સાથે સંકળાયેલા પદાધિકારીઓ તથા અન્ય વ્યવસાયીઓને ત્યાં પાડેલા દરોડામાં ૩૯૦ કરોડની બિનહિસાબી સંપત્તિ મળતાં ખુદ આવકવેરાની ટીમો પણ ચોંકી ગઈ હતી. જાલના જેવાં પ્રમાણમાં નાના સેન્ટરમાં આટલી મોટી સંપત્તિ ઝડપાવાની તેમણે પણ ધારણા રાખી ન હતી. આવકવેરા ટીમને ૫૦-૫૦૦ રુપિયાની નોટોની થપ્પીઓ સ્વરુપે ૫૮ કરોડ તો રોકડા મળ્યા હતા. આ રોકડ ગણવા માટે નજીકની બેન્કમાં જઈ મર્યાદિત કાઉન્ટિંગ મશીનો સાથે ગણતરીમા ૧૩ કલાક લાગ્યા હતા. આ ઉપરાંત ૩૨ કિલો સોનું તથા અન્ય સંપત્તિઓની ભાળ મળી હતી. આ દરોડામાં રોકડના ડુંગરના ફોટા તથા વીડિયો વાયરલ થતાં દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે.