સુપ્રીમ કોર્ટે જામીન અંગે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે કોઇ વ્યક્તિ મંત્રી હોય તો તેના જામીન માટે વિશેષ સુવિધા નથી મળી હતી. બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની જામીન અરજીની સુનાવણી વખતે સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. અને પોતે મંત્રી રહી ચુક્યા હોવાની પાર્થ ચેટરજીની દલીલોને ફગાવી હતી. જોકે સાથે જ તેમના જામીન અંગે સમય મર્યાદા પણ નક્કી કરી હતી.