કેન્દ્રમાં મોદી સરકાર (Narendra Modi Cabinate)ના વિસ્તરણની અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક/બદલી કરી છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા થાવરચંદ ગહલોત (Thawar Chand Gehlot)ને કર્ણાટક(Karnataka)ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વજુભાઈ વાળા રાજ્યપાલના પદ પર બિરાજમાન છે. હરિ બાબૂ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતના મંગુભાઈ પટેલ (Mangubhai Patel)ને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ કાર્યરત છે. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શ્રીધર પિલ્લઈને ગોવા, સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરા, રમેશ બૈસને ઝારખંડ અને બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.