2022ની ચૂંટણી પહેલા ભાજપ એક બાદ એક નેતાઓ વાપસી કરી રહ્યા છે. ત્યારે પૂર્વ એમએલએ પ્રાગજી પટેલ બાદ હવે ભાજપના પુર્વ ધારાસભ્ય અને પુર્વ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ કમા રાઠોડે આજે ઘર વાપસી કરી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ એમએલએ પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા.કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો.