લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે અને તેમની સાથે અન્ય 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકશે. 7 કેબિનેટ અને બાકીના 11 સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે.