ખેતી માટે દિવસે વીજળી આપવાની મહત્વકાંક્ષી કિસાન સુર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૦૫૫ ગામડાઓને આવરી લીધા બાદ બીજા તબક્કામાં વધુ ૨૪૦૯ ગામડાઓને સમાવી લેવાશે. ૨૫ જાન્યુઆરી પહેલા ૩૦ જિલ્લાના ૧.૯૦ લાખથી વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવા ઉર્જા વિભાગે તૈયારી કર્યાનું મંત્રી સૌરભ પટેલે બુધવારે જાહેર કર્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ૨૪ ઓક્ટોબરે જુનાગઢથી રાજ્યમાં ખેતી માટે દિવસે વીજળી આપતી યોજનાનો આરંભ કરાવ્યો હતો. ઈસુના નવ વર્ષ આરંભે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાન્યુઆરી મહિનાની ત્રીજી, પાંચમી, સાતમી અને નવમી એમ શરૂઆતના ૧૦ દિવસમાં સોમનાથ, અરવલ્લી, નર્મદા, અને મહિસાગર જિલ્લામાં વધુ ૨૪૯૦ કિસાન સુર્યોદય યોજનાનો આરંભ કરાવશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યુ કે, ભારતમાં ગુજરાત એક માત્ર જ એવુ રાજ્ય છે કે જ્યાં ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે. રૂપિયા ૩૪૦૦ કરોડની આ યોજનાની શરૂઆત છે.