રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ના પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે અહીં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ભારતમાં અંગ્રેજોની હકુમત પહેલાં દેશમાં ૭૦ ટકા લોકો શિક્ષિત હતા. અહીં કોઈ બેકાર ન હતું. તે દરમિયાન ઈંગ્લેન્ડમાં માત્ર ૧૭ ટકા લોકો જ શિક્ષિત હતા. પરંતુ બ્રિટિશ શાસન આવતાં તેઓ ૭૦ ટકા શિક્ષિત થઈ ગયા અને આપણા દેશમાં ૧૭ ટકા જ શિક્ષિતો રહી ગયા.