NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરીને તેમના આર્શીવાદ મેળવ્યાં હતા. નરેન્દ્ર મોદી આગામી રવિવારે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, પરંતુ જેડીયુ-ટીડીપી સહીતના અન્ય સહયોગી પક્ષોની મદદથી એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે અને ત્યાર બાદ મુરલી મનોહર જોશીના ઘરે જઈને આશીર્વાદ લીધા હતા.