ભારતમાં મોટાપાયે બિયર વેચનારી ત્રણ મોટી કંપનીઓ દ્વારા ૧૧ વર્ષ સુધી બિયરની કિંમત ફિક્સ કરાવવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. સીસીઆઈના રિપોર્ટ પ્રમાણે Carlsberg, SABMiller અને United Breweries દ્વારા કાર્ટેલ રચીને મનમાની કરવામાં આવી હતી. આ કંપનીઓના ટોચના અધિકારીઓ દ્વારા ફાયદા માટે એક આંતરિક જૂથ રચવામાં આવ્યું અને તેના થકી ૧૧ વર્ષ સુધી ભારતમાં બિયરની કિંમત ફિક્સ કરાવવામાં આવી. સીસીઆઈ દ્વારા હજી આ મુદ્દે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી પણ તેમના જ અહેવાલને પગલે અધિકારીઓ દ્વારા કંપનીઓ સામે પગલાં લેવાય અથવા જો અન્ય કોઈ નિર્ણય કરાય તેવી શક્યતા છે.