કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કોવીડ-19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતાં સાચા ‘કોરોના વોરિયર્સ’ ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણ અને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના ભરડામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ડોક્ટર્સ, મેડિકલ અને પેરામેડિકલના કર્મચારીઓ આવતા સરકારે આ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. મેડિકલના સ્ટાફને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકારે 100 બેડવાળી હોસ્પિટલ્સમાં 5 અને 100થી વધુ બેડવાળી હોસ્પિટલ્સમાં 10 બેડ મેડિકલ સ્ટાફ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે અને તેની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટરને સોંપવામાં આવી છે.