લોકોને ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલીના બાબા રામદેવ અને બાલક્રૃષ્ણ બન્ને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બન્ને સામે સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે. રામદેવ અને બાલકૃષ્ણએ આ મામલે માફી માગી હતી. જોકે સુપ્રીમે તેને નકારી દીધી હતી અને કહ્યું હતું કે આકરા પગલા માટે તૈયાર રહો, માત્ર મૌખીક માફીથી નહીં ચાલે. સાથે જ કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો હતો કે આ કેસમાં તમે કોઇ કાર્યવાહી કેમ ના કરી, કેમ આંખો બંધ રાખી.