કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ઓક્સિજનની અછત હાલ મોટી સમસ્યા બની ગઇ છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે અને કહ્યું છે કે દિલ્હીને તાત્કાલિક ધોરણે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પુરો પાડો. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે જો અમારા આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો અમે વધુ આકરા આદેશો આપીશું અને તે માટે સરકાર અમને મજબૂર ન કરે અને તાત્કાલીક દિલ્હીમાં ઓક્સિજનની જે અછત છે તેને પુરી કરે.