(મુકેશ આંજણા)
માણસ દંભ ભર્યું જીવન જીવે ત્યારે અનેક જોખમો ઉભા થાય છે. સમજણપૂર્વક જીવીએ ત્યારે ઘણી બધી સમસ્યાનો ઉકેલ મળતો હોય છે. જીવનમાં દંભ પ્રવેશે ત્યારે સર્જનાત્મકતા ચૂકી જવાતી હોય છે અને જીવન નિરર્થક બની જાય છે.
જિંદગી કદીય એક સરખી રહેતી નથી. એમાં સતત ફેરફાર થાય કરે છે. દરેક ક્ષણે એ નવી હોય છે, જિંદગી રોજે રોજ નવા પ્રશ્નો ઉઠાવે છે. દંભ જીવનને કળાથી દૂર રાખે છે. જીવવાની કળા પ્રાપ્ત થાય ત્યારે જીવનમાં સર્જનાત્મકતાનો ઉદય થાય છે.
આપણા દેશમાં અનેક મહાન સંતો થઇ ગયા. એવી રીતે અમેરિકામાં એક સંતનો જન્મ થયો હતો ,તે સંતની ગણના વિશ્વના ઉચ્ચ કોટીના ફિલોસોફર તરીકે થાય છે. આ ફીલોસોફરને આખું વિશ્વ હેનરી ડેવિડ થોરો તરીકે ઓળખે છે. હેનરી ડેવિડ થોરોના પિતા એક વેપારી હતા. થોરો મિતભાસી સ્વભાવના હતા. તેઓના માતા બહુ જ વ્યસ્ત રહેતા હતા, એટલે થોરોની બહેન હેલેન બધી આવશ્યકતા પૂરી કરતી. હેનરી ડેવિડ થોરો મહેનતું હતાં. પરિવારની આર્થિક સ્થિતિનો ભાર માથે લઈને પેન્સિલની ફેક્ટરીમાં રાત-દિવસ મહેનત કરતા. તેઓ પૂર્ણરૂપે માતાનો પ્રેમ પામી શક્યા નહીં, કારણ કે થોરોની માતા જીવનમાં ઘણા વ્યસ્ત રહેતા હતા, એટલે થોરો જીવનમાં ઉદાસ રહેવા લાગ્યા. આ સંજોગ વચ્ચે જીવનની કળા શોધતા રહ્યા હતા.
હેનરી ડેવિડ થોરો અલેન સીવેલ નામની રૂપાળી છોકરીના પ્રેમમાં પડે છે. અલેન સીવેલની માતાના વિરોધના કારણે પ્રેમ મિલાપ સમાપ્ત થઈ જાય છે. આખરે બંને છૂટા પડી જાય છે. થોરો મહાન કવિ ઈમર્સનને પોતાના ગુરુ માનતા હતા પરંતુ તેમને ઈમર્સનની પત્ની લિડીયન સાથે પ્રેમ થઇ જાય છે. લિડીયન પાસેથી થોરોને પ્રેમની હુંફ મળે છે, પ્રેમની ફિલોસોફી સમજાય છે. કવિ ઈમર્સનનાં ‘“નેચર”’ પુસ્તકથી થોરો ખૂબજ પ્રભાવિત થાય છે. ઈમર્સનની પત્નીનો પ્રેમ મળવાથી થોરોના જીવનમાં સર્જનાત્મકતાનો ચમકારો થાય છે. અમેરિકાના માસાચ્યુઐટસ રાજ્યમાં કૉન્કર્ડનામનાં ગામની નજીક વોલ્ડન સરોવર હતું. વર્ષ ૧૮૪૫માં હેનરી ડેવિડ થોરો કુદરતી સાંનિધ્યમાં અને એકાંત ભર્યું જીવન જીવવા જંગલમાં ગયા. થોરો કલાપ્રેમી અને સોંદર્યના ચાહક હતા. કુદરતના આંગણે જીવન જીવવાની નેમ ધરાવતા હતા. થોરો શા માટે વોલ્ડન સરોવર રહેવા ગયા? તેના જવાબરૂપી કહ્યું છે કે,“ “હું જંગલમાં ગયો તેનું કારણએ હતું કે હું સમજણભર્યું જીવન જીવવા ઈચ્છતો હતો. જીવનની માત્ર સારગર્ભ હકીકતનો સામનો કરવા ઈચ્છતો હતો.
આરણ્યક જીવન માંથી જે જ્ઞાન ઉપલબ્ધ છે. તે હું પ્રાપ્ત કરી શકું છું કે કેમ તે જાણી જોવાની પણ મને ઈચ્છા હતી. જેથી મારા મરણ સમયે હું જીવન જીવ્યો જ નથી એવું મને ન લાગે.” હેનરી ડેવિડ થોરોએ વોલ્ડન સરોવરે એકાંત ભર્યું જીવન પસાર કર્યું અને સરોવરે રહીને થોરોએ “વોલ્ડન” પુસ્તક પોતાના અનુભવનાં આધારે લખ્યું છે. ગુજરાતી ભાષામાં સુંદરજી બેટાઈએ અનુવાદ કર્યો છે.
હેનરી ડેવિડ થોરોએ જીવનનો મૂળ હેતુ પ્રાપ્ત કરવાની શોધમાં હતા. થોરો વોલ્ડન સરોવરે સવારના સમયે ભગવત ગીતાનું વાંચન નિયમિત કરતા, કવિ કમરૂદીન મસ્તના પુસ્તકો વાંચતા, તેમણે સુંગ- સૂ અને કબીરની ભજનાવલીથી દિલને રંગી નાખ્યું હતું. થોરો “વોલ્ડન” સરોવરે રહીને પ્રકૃતિને પ્રેમ કર્યા. તેમાંથી સંતોષ ભર્યા જીવનની શોધ કરી અને પોતાનામાં ચેતના પ્રગટ કરી હતી. હેનરી ડેવિડ થોરો લખે છે –“વોલ્ડન સરોવરે જવાનો મારો હેતુ ત્યાં સસ્તી કે મોંઘી રીતે જીવવાનો ન હતો પણ ઓછોમાં ઓછી નડતરે કોઈ ખાનગી પ્રવૃત્તિ કરવાનો હતો. જરા વહેવારું બુધ્ધી, જરા સાહસિકતા અને વેપાર, બુદ્ધિના અભાવે એ પ્રવૃત્તિ પ્રતિહત થવું તે જેટલું મૂર્ખાઈ ભર્યું લાગતું હતું તેટલું દુઃખદ ન હતું ”
આજની પેઢીને ઉપયોગી થાય તેવી વાત કહી છે. આપણે સોંદર્યનાં દેવતા નહી, પરંતુ ફેશનના પૂજક બન્યા છીએ.” માણસનાં દિલની સુંદરતાની વાત કરી છે. હેનરી ડેવિડ થોરો ૧૮૪૫માં વોલ્ડન સરોવરના કિનારે રહેવા ગયા અને પછી લગભગ એક દાયક પછી પોતાના અનુભવના આધારે વિશ્વ પ્રસિધ્ધ પુસ્તક “વોલ્ડન” લખ્યું હતું. તે પુસ્તકમાં થોરોના જીવન ચિંતનની ખાણ છે. થોરોએ પ્રકૃતિને પ્રશ્નો પૂછીને પોતાને સંતોષકારક સમાધાન પ્રાપ્ત થાય તે માટે નિરાંત અને એકાંતની આવશ્યકતાની વાત કરી છે. થોરોને ચિંતન કરવું હતું, પક્ષીઓ, પશુઓનું, પરિવર્તનશીલ ઋતુઓનું, પવન અને પાણીની ગતિઓનું નિરીક્ષણ કરવું હતું, પવન સાથે લહેરાતા વૃક્ષનાં પાંદડાની રમ્યતા જોવી હતી- “વોલ્ડન” પુસ્તકના થોડા વિચાર બિંદુ-
• ત્રણ ટુકડીની સેનામાંથી સેનાપતિને દૂર કરીને સેનાને વેરણ –છેરણ કરી શકાય છે પણ અત્યંત અધમને અસંસ્કારી વ્યક્તિ પણ માણસ પાસેથી તેના વિચાર ખૂંચવી લઇ શકે નહિ. ઘણી અસરોના વમળમાં પડવાનાં, કે વિકસિત થવા માટે એટલા બધા ફાંફાં ન મારો; તે બધો શક્તિનો નિર્થક વ્યય છે. વિનમ્રતા અંધકારની પેઠે દિવ્ય જ્યોતિને પ્રગટ કરે છે. દીન- હીનતાના પડછાયા આપણને ઘેરી વળે છે –“ત્યાં તો શો ચમત્કાર... યાદ રાખજો બ્રદમાંડ આપણી દ્રષ્ટિ આગળ પથરાય છે.
• અનર્થને ઉગવા જ ન દેવું તે ઉત્તમ રીત છે. માણસનાં સંદર્ભમાં કહ્યું છે“ માણસે આચરેલા પાપ તેની પાછળ જીવતા રહે છે “ ખરે જ માણસ જયારે મરે છે ત્યારે જ ધરતીની ધૂળને ખંખેરી નાખે છે
• તમારી ભીતરમાં રહેલા સમગ્ર નવા ખંડો શોધો અને જગતના કોલબંસ તમે બનો, નવા વેપાર માર્ગા નહી, પણ વિચાર માર્ગ ખૂલ્લા કરો, દરેક મનુષ્ય એવા સામ્રાજ્યનો સ્વામી છે. જે સામ્રાજ્યની આગળ ઝારનું સામ્રાજ્ય કેવળ તુચ્છ છે.
• પ્રેમ કરતાં, ધન કરતા, કીર્તિના કરતાં તો હું સત્યને વિશેષ ઈચ્છું. બિન જરૂરી દોલત માત્ર બિન જરૂરી વસ્તુઓ ખરીદી શકે.
વિનમ્રતા અંધકારની પેઠે દિવ્ય જ્યોતિઓને પ્રગટ કરે છે. આપણી વિશુધ્ધિ આપણને પ્રેરણા આપે છે. આપણી મલિનતા આપણને અધોગત કરે છે. પોતાનામાં રહેલા પશુ દિને –દિને મરતો જાય છે, અને દિવ્ય અંશે મોભાદાર થતો આવે છે એમ જેને પ્રતીતિ થાય છે તે ધન્ય પુરુષ છે.
• તમારું જીવન ગમે તેટલું નીચી કક્ષાનું હોય તો પણ તેની બરાબર સંમુખ બનીને જીવો; તેનાંથી ભાગો નહિ. વોલ્ડન સરોવરની દરેક સવાર મને હસતે મુખે નિમંત્રણ આપતી કે તારું જીવન કુદરતના જેટલું જ સાદું અને નિર્દોષ બનાવ.
હેનરી ડેવિડ થોરો પ્રભાવશાળી લેખક હતા. મૂડીવાદ અને યંત્રવાદના કાતિલ દુશ્મન હતા. ‘”એ વીક ઓન ધ કોન્કાર્ડ એન્ડ મેરી મૈક રિવર્સ”’ નામની રચનામાં થોરોએ કાપડ ઉદ્યોગની આલોચના કરી છે.“ ‘ધ મેન વુડ્સ”’માં ધાર્મિક કર્મકાંડ અને ચર્ચમાં ચાલતા દંભ ને ખૂલ્લા પડ્યા છે. થોરોનું મહત્વપૂર્ણ બીજું પુસ્તક છે ‘“રિફાર્મર્સ એન્ડ રિફાર્મર્સ”’ તેમાં સુધારાવાદી અને પરમ્પરવાદી વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. આ પુસ્તકોમાં સમાજને ટકાઉ વિકાસ તરફ લઇ જવાનો ભાર મુક્યો છે .થોરોનું એકબીજુ ચર્ચાસ્પદ પુસ્તક ‘“સિવિલ ડીસઓબેડીયન્સ”’ છે . તેમાં લખ્યું છે કે “એ સરકાર શ્રેષ્ઠ છે જે શાસન નથી કરતી” એમણે શાંતિ સભર રાજપાઠની વાત કરી છે. થોરોએ ‘ધ મુન’, ‘સ્મોક’, ‘ફ્રેન્ડશીપ’ જેવી શ્રેષ્ઠ કવિતા લખી છે પરંતુ થોરોનું શ્રેષ્ઠ પુસ્તક ‘“વોલ્ડન’ “ગણવામાં આવે છે.
થોરો “વોલ્ડન” સરોવરથી ૬ સપ્ટેબર, ૧૮૪૭ માં પાછા ફરે છે. સમાજની વચ્ચે આવે છે. વોલ્ડન પુસ્તક સર્જનાત્મક વિચારોનું મંદિર છે, દંભ છોડીને સાચી વાસ્તવિકતા સાથે જીવન જીવવાની કળા છે.. થોરો એ સાચા અર્થમાં તો સાદગીથી જીવન પસાર કરનારા સંત હતા.