ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને સર્વાનુમત્તે બીજી મુદ્દત માટે ચૂંટવામાં આવ્યા હતા. બોર્ડની બેઠકમાં બાર્કલ ઉપરાંત BCCIના સેક્રેટરી જય શાહની ICCની તાકાતવાર ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. બાર્કલનો કાર્યકાળ બે વર્ષનો હશે. ઝિમ્બાબ્વેના તાવેંગ્વા મુકુહલાનીએ નામ પરત ખેંચતા બાર્કલ બિનહરીફ ચૂંટાયા હતા. આઈસીસી બોર્ડે બાર્કલના સંપૂર્ણ સમર્થનની પુષ્ટી કરી છે.