અશ્વિન રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર અશ્વિન રાજકોટ ટેસ્ટના ચોથા દિવસે જ ટીમ સાથે જોડાશે. અશ્વિનને લઈને આ મોટા અપડેટ બાદ બોલિંગ ઓપ્શનને લઈને ટીમ ઈન્ડિયા સામે જે સવાલ થઈ રહ્યો હતો તે પણ ખતમ થઈ ગયો છે.