BCCIના સંચાલન માટે સુપ્રિમ કોર્ટે નીમેલી કમિટીએ બોર્ડના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. હટાવાયેલા આ કર્મચારીઓ અનુરાગ અને શિર્કેના કાર્યકાળમાં નીમાયા હતા. પહેલી ફેબ્રુઆરીની બેઠકમાં કમિટીએ આ નિર્ણય લીધો હતો. કમિટીએ નવી ભરતી પર પણ રોક લગાવી છે. જોકે, IPLને ધ્ચાનમાં લઈ CEOને નવા સ્ટાફની ભરતી માટે છૂટ આપી છે. કમિટીએ બોર્ડના સંચાલન માટે દિલ્હીમાં BCCIનું કામચલાઉ માળખું ગોઠવ્યું છે.