30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતા 12માં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઈ છે. મુંબઈ ખાતે સોમવારે પસંદગીકારો દ્વારા ક્રિકેટના મહામુકાબલા માટે 15 ખેલાડીઓના નામની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, BCCIના મુખ્ય સિલેક્ટર એમ. એસ કે પ્રસાદે જાહેર કરેલી ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આ મુજબ છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(VC), શિખર ધવન, KL રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની(WK), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાહેજા, મહોમ્મદ શામી છે.
જણાવી દઈએ કે, વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં 3 ગુજરાતના ખેલાડીઓને પણ તક મળી છે જેમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની વર્લ્ડ કપમાં ભારત ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.