ટેક્ષ ઇવેઝન (કરચોરી)ની સંભાવનાની દ્રષ્ટિએ તપાસ કરવા બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસો ઉપર ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે અચાનક જ દરોડા પાડતાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે.
બીસીએ ૨૦૦૨નાં ગુજરાતના રમખાણો અંગે બે ભાગની ડોક્યુમેન્ટરી (દસ્તાવેજી-ચિત્ર) પ્રસિદ્ધ કર્યા પછી માત્ર થોડાં જ સપ્તાહે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ સંબંધે માહિતી આપતા ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના અનામી રહેવા માંગતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્વેમાં ડીપાર્ટમેન્ટ, કંપનીની ભારત શાખા કરેલા ધંધાકીય વ્યવહારો અંગેના દસ્તાવેજો તપાસવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કંપનીની ભારત શાખાના પ્રમોટર્સ કે ડીરેક્ટર્સનાં નિવાસસ્થાને કે તેઓનાં અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા નથી.