-
વિશ્વની જાણીતી પ્રચાર માધ્યમ કંપની બીબીસી(બ્રીટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન)માં પણ મહિલાઓને પૂરૂષોની સરખામણીએ ઓછુ વેતન ચુકવાતુ હોવાની ફરિયાદ થઇ છે. બીબીસીના ચાઇનાના એડિટર કારી ગ્રેસીએ કંપનીને પાઠવેલા એક ખુલ્લા પત્રમાં આક્ષેપ કર્યો છે કે બીબીસી દ્વારા તેમને તેમની સમકક્ષના એટલે કે તેઓ જે પદ પર છે તે પદ પરના પૂરૂષ કર્મચારીની સરખામણીએ ઓછુ વેતન ચુકવાય છે. બન્નેના કામો ક સમાન હોવા છતાં પૂરૂષ કર્મચારીઓને તેના કરતાં વધારે વેતન ચુકવાય છે. તેમણે આ અંગે કંપની સત્તાવાળાઓને લેખિત ફરિયાદ કરી છતાં કોઇ પગલા લેવાયા નથી. પરિણામે તેમણે આ કંપનીમાંથી રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે.