રાજ્યમાં વરસાદે (Heavy rain) તારાજી સર્જી છે અને અનેક વિસ્તારો, ઘરો અને સોસાયટીઓ પાણીમાં (Downpour) ગરકાવ થઈ ગઈ છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર વરસાદની મોસમ હવે અટકવાની નથી. માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.
સરકારી આંકડા મુજબ 25થી 29 ઓગસ્ટ દરમિયાન 39ના મોત થયા છે, જ્યારે 42 હજારનું સ્થળાંતર કરવું પડ્યું છે. ચોમાસાના પ્રકોપએ ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં તબાહી મચાવી દીધી હતી, જેમાં બીચ ટાઉન માંડવીમાં 315 મીમી વરસાદ પડ્યો હતો, તેમ છતાં સૌરાષ્ટ્રને ચાર દિવસના વરસાદમાંથી થોડી રાહત મળી હતી. જામનગર અને રાજકોટમાં વરસાદે વિરામ લીધો હતો, જ્યારે મંદિરના નગર દ્વારકામાં 144 મીમી વરસાદ પડ્યા બાદ જળબંબાકાર રહ્યું હતું.