જોની બેરિસ્ટોની સદી (111) અને બેન સ્ટોક્સ (79), જેસન રોયની અડધી સદી (66)ની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 337 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 338 રનનો પડકાર મળ્યો છે.
બેરિસ્ટોએ 109 બોલમાં 10 ફોર અને 6 સિક્સર સાથે 111 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોક્સે 54 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 79 રન બનાવ્યા હતા. રુટ 44, મોર્ગન 1, બટલર 20 અને વોક્સ 7 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. ચહલ ઘણો ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.
ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. વિજય શંકરના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરાયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચમાં પાકિસ્તાની પ્રશંસકોની પણ નજર છે અને આજે તે ભારતની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આજે પાકિસ્તાની પ્રશંસકો અમને સપોર્ટ કરી રહ્યા છે.