દક્ષિણમાં બારેમેઘ ખાંગા થયા છે. સતત વરસેલા વરસાદના કારણે પંથકનું નવસારી શહેર પાણીમાં ગરકાવ થયું છે. નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના શાંતાદેવી રોડ, કાશીવાડી, રિંગ રોડ, રંગુન નગર, વિરાવળ નાકા સહીતના અનેક વિસ્તારો પૂર્ણાના પૂરના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અત્યારસુધીમાં જિલ્લામાં કુલ 6-7 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરમાં પૂરની સ્થિતિને જોતા NDRF અને ફાયરના જવાનોની કામગીરી સતત ચાલું છે. શહેરમાં પૂર્ણાની સપાટી ઓછી ન થાય ત્યાં સુધી આજ સ્થિતિ રહે તેવી વકી છે.