ટેલિવિઝન ન્યૂઝ ચેનલો માટેના દર્શકોના ડેટા મામલે સર્જાયેલા વિવાદને પગલે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ ગુરુવારે ટીવી ન્યૂઝ ચેનલોના સાપ્તાહિક રેટિંગ ૩ મહિના સુધી સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. રિપબ્લિક ટીવી સહિત ૩ ચેનલ દ્વારા ટીઆરપી વધારવા માટે આચરાયેલા કથિત કૌભાંડને મધ્ય નજર કરેલી જાહેરાતમાં BARCએ જણાવ્યું હતું કે, અમે ડેટાના હાલના સ્ટાન્ડર્ડની સમીક્ષા અને ચકાસણી કરીશું. BARC તેનો પ્રારંભ ન્યૂઝ ચેનલોથી કરી રહી છે. આ પ્રક્રિયામાં ૮ થી ૧૨ સપ્તાહનો સમય લાગી શકે છે તેથી ૩ મહિના માટે સાપ્તાહિક રેટિંગ જારી કરાશે નહીં. જો કે BARC ન્યૂઝના રાજ્ય અને ભાષાના માપદંડો પર દર્શકોનો સાપ્તાહિક આંકડો જારી કરતી રહેશે. મુંબઇમાં રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા નામની ચેનલો દ્વારા દર્શકોને નાણા ચૂકવીને ચેનલ જોવાની ફરજ પાડી ટીઆરપી વધારવામાં આવી રહી હોવાના આરોપો બાદ BARC દ્વારા આ પગલું લેવાયું છે