રાજસ્થાનના બારાં જિલ્લાના છબડા વિસ્તારમાં બુધવારે એક ગટરમાંથી 300થી વધારે ATM કાર્ડ પડેલા મળ્યા હતા. બિનવારસી ATM કાર્ડ મળવાની ખબરથી ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક તંત્રમાં હડકંપ મચી ગઇ હતી. મહત્વનું છે કે ગામડાના ગરીબ લોકો સાથે જોડાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત બેન્ક ખાતાઓ ખોલ્યા પછી કાર્ડને ગામો સુધી પહોંચાડવામાં આવે છે. 2016માં ઇશ્યૂ થયેલા આ કાર્ડ બેંક ખાતાધારકો પાસે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેન્ક પ્રશાસની બેદરકારીના કારણે આવું થયું છે.
જ્યારે રાહદારીએ બંધ કવરમાં ATM કાર્ડ નાળામાં પડેલા જોયા તો બેન્કને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે બેન્ક અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બેન્ક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગટરમાંથી કાર્ડ ભેગા કરીને બેન્ક લઇને આવ્યા હતા.