દક્ષિણ ગુજરાતમાં મંગળવારે બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા ધરમપુરમાં બે કલાકના ટૂંકા સમયમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. દિવસભર કુલ નવ ઈંચ વરસાદ પડયો હતો.કપરાડામાં સાત ઈંચ, પારડી, વલસાડમાં ચાર, ઉમરગામ તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડયો હતો.રંગા નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાતા કલેકટરે ડિઝાસ્ટરની ટીમ સાથે મિટિંગોનો દૌર શરૂ કરી નીચાણવાળા વિસ્તારના રહીશોને તાકિદ કરવાનો આરંભ કરાવ્યો હતો. નવસારીના ખેરગામ તાલુકામાં ચાર ઈંચ ખાબકયા બાદ આજે પણ વધુ વીસ મી.મી. વરસાદ પડયો હતો.ગઈકાલે સાંજે ચારથી નવસારીમાં ૯૩ મી.મી.જલાલપોર ૭૦, ચીખલીમાં ૮૬, વાંસદા ૧૨૧ અને ખેરગામમાં ૧૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.વઘઈમાં સાત ઈંચ, સુબીર, સાપુતારામાં સાડા ત્રણ ઈંચ અને આહવામાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદથી જિલ્લાના ૧૯ ગામોનો તાલુકા મથકથી સંપર્ક તૂટી ગયો હતો.