કોરોના મહામારીના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી દેશમાં લોકડાઉન કરાયું છે ત્યારથી ડીસીપી ઝોન-5 રવિ તેજા તથા બાપુનગર પોલીસ ઇન્સપેક્ટર નીરવ વ્યાસ દ્વારા બાપુનગરમાં રહેતા તમામ જરૂરિયાતમંદો માટે ભોજનની સહાય પૂરી પડાઈ રહી છે. દરરોજ આશરે 3000 જરૂરિયાતમંદોને આ સેવા બાપુનગર પોલીસ સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવે છે. લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ આ સેવા કાર્ય કરાશે. બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરમાં ' આનંદ અમૃતસેવા ટ્રસ્ટ' જે રિટાયર્ડ ડીવાયએસપી તરૂણ બારોટના પિતા અમૃતલાલ બારોટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચલાવવામાં આવે છે, જેના સહયોગથી અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, બાપુનગર ડી.સ્ટાફ પી.એસ.આઈ. મહેશ ગઢવી, કાઉન્સિલર અશ્વિનભાઈ પેથાણી તથા બાપુનગરના આગેવાનોના સહયોગથી આ સેવાનો લાભ તમામ જરૂરિયાતમંદોને મળતો રહેશે.