વૈશ્વિક કોરોના પ્રકોપમાંથી સૌને રાહત મળે, સૌનું કલ્યાણ થાય તે માટે અમેરિકાનાં વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર કરી, શાંતિ-પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વર્ષ-1952થી મે મહિનાનાં પ્રથમ ગુરુવારે ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિન’ની ઉજવણી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ દ્વારા બધા જ ધર્મના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. જે અંતર્ગત સૌપ્રથમવાર એવું બન્યું કે BAPS સ્વામિનારાયણ મંદિર-રોબિન્સવિલ, ન્યૂજર્સીના પૂજારીએ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રાર્થનામાં ભાગ લીધો હોય.
વ્હાઇટ હાઉસમાં શાંતિ-પ્રાર્થના અંગેની વધુ વિગતો આપતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણથી ન્યૂજર્સી-રોબિન્સવિલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર કે જે ભારત બહારનાં સૌથી વિશાળ BAPS સ્વામિનારાયણ મંદિરોમાંનું એક છે, તેના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ’ના અવસરે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં અન્ય ધર્મના ધાર્મિક નેતાઓ સાથે જોડાયા હતા. તેઓએ કોરોના મહામારીથી પ્રભાવિત સૌના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને યજુર્વેદમાં ઉલ્લેખિત વૈદિક શાંતિમંત્ર સાથે પ્રાર્થના કરી હતી.
તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત સર્વે ઉપસ્થિતોને ગાર્ડન પોડિયમ પરથી પૂજારી હરીશભાઈએ સંક્ષિપ્તમાં શાંતિ પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવ્યું હતું કે ‘COVID-19ને પગલે ઊભી થયેલી સામાજિક અગવડ અને લોકડાઉનથી ત્રસ્ત સમયમાં ચિંતા અનુભવવી કે શાંતિ ન અનુભવવી એ અસામાન્ય વાત નથી. આ શાંતિ પ્રાર્થના સાંસારિક ધન, સફળતા, પ્રસિદ્ધિ માટે નહીં અથવા તો સ્વર્ગની પ્રાપ્તિ માટે નથી, પરંતુ સૌને શાંતિ મળે તે માટે યજુર્વેદના મંત્ર દ્વારા થઈ રહી છે. આ મંત્રનો સારાંશ છે કે ‘સ્વર્ગ, આકાશ, પૃથ્વી – સર્વત્ર શાંતિ થાવ. જળમાં, ઔષધિ-વૃક્ષમાં તથા તમામ પાક પર શાંતિ થાવ. બ્રહ્મા અને સૌને શાંતિ મળો. આપણે સૌ શાંતિનો અનુભવ કરીએ. ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ:.’ આ શાંતિ-પ્રાર્થના બાદ પૂજારી હરીશભાઈનો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું કે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મહામારીમાં માનવ કલ્યાણનાં વૈશ્વિક કાર્યો થયા છે. જે અંતર્ગત અમેરિકામાં BAPS Charities દ્વારા 96,000 PPE તથા 35,000થી વધુ ફૂડ અને કેર પેકેજનું વિતરણ કરાયું છે. BAPS Charities દ્વારા જરૂરિયાતમંદોને આર્થિક સહાય તથા અમેરિકાની જુદી-જુદી હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સહાય પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા હૂંફ પ્રદાન કરવાનું કાર્ય થઈ રહ્યું છે. માનવતા સામેના આ પડકારમાંથી ઉગરવા માટે ઓનલાઇન પ્રાર્થના પણ કોરોના પીડિતોથી માંડીને કોરોના વોરિયર્સ માટે થઈ રહી છે.
અમેરિકનોએ પ્રાર્થનાની શક્તિમાં, ભગવાનના અનંત મહિમામાં વિશ્વાસ રાખ્યો છે : ડોનાલ્ડ ટ્રમ્પ
‘રાષ્ટ્રીય પ્રાર્થના દિવસે’ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘‘અમેરિકા અત્યંત ભયાનક બીમારી વિરુદ્ધ ભયંકર લડાઇ લડી રહ્યું છે. આવા પડકારજનક સમયમાં ઇતિહાસ તરફ નજર કરીએ તો આપણા લોકોએ શ્રદ્ધામાં, પ્રાર્થનાની શક્તિમાં તથા ભગવાનના અનંત મહિમામાં વિશ્વાસ રાખ્યો છે. હું સૌ અમેરિકનોને પોતાના હૃદયમાં આધ્યાત્મિક એકતા દાખવવા જણાવું છું કેમ કે સ્વર્ગમાં બિરાજમાન ભગવાનને સાહસ, સુવિધા, આશા અને ઉપચાર, ઝડપી સ્વસ્થતા અને નવજીવન માટે પ્રાર્થના કરીએ છીએ.’’ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે અમેરિકાના પ્રથમ મહિલા લેડી મેલેનિયાએ જે લોકોએ COVID-19 મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ‘આવો આપણે જેઓ બીમાર છે તથા જેઓ દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેઓ માટે પ્રાર્થના કરીએ’ જ્યારે અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે પણ આ દિવસનો ઇતિહાસ અને પ્રાર્થનાની શક્તિનું મહત્ત્વ દર્શાવ્યું હતું.