તાજેતરમાં જે ધાર્મિક વિવાદ ઊભો થયો છે, તેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાંતિની સ્થાપના માટે ધર્મપ્રેમી ભાવિકો, સંતો, મહંતો, આચાર્યોને પ્રાર્થના સાથે વૈમનસ્ય ભૂલી, વિવાદોથી પર થઈ સનાતન હિંદુ ધર્મની એકતા માટે સાથે મળીને પ્રવૃત્ત થવા અપીલ કરવામાં આવી છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ શાંતિની અપીલ કરતાં જણાવાયું છે કે ‘તાજેતરમાં ધાર્મિક લાગણી દુભાયાના મુદ્દે જે કંઈ બન્યું છે તે બનવાકાળ બની ગયું છે. અમે સૌ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવીએ છીએ. આથી સંપ્રદાયના તમામ સંતો-ભક્તો તેમજ તમામ ધર્મપ્રેમી ભાવિકો-સંતો-મહંતો-આચાર્યોને અમારી નમ્ર પ્રાર્થના અને હાર્દિક અપીલ છે કે આપણે સૌ પરસ્પર વૈમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઈએ, સનાતન હિન્દુ ધર્મની એકતા માટે, ધર્મના યત્કિંચિત સેવાકાર્યો તથા ઉત્કર્ષમાં સાથે મળીને પ્રવૃત્ત થઈએ. હવે પરસ્પર નિવેદનો કરવાને બદલે પરસ્પર આદર રાખીને આપણે સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઈએ. સર્વે ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને અમે શાંતિની હાર્દિક અપીલ કરીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અધિકૃત વેબસાઈટ www.baps.org ના માધ્યમથી શાંતિની અપીલ કરવામાં આવી છે.