બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન BAPSના વડા મહંત સ્વામીના હસ્તે ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં BAPSના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે સમયે મહંત સ્વામીએ પણ ઘેલો નદીમાં સ્નાન કરતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને વિશ્વમાંથી કોરોના વાયરસ દુર થાય તે માટે પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે, BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગષ્ટ 2016માં અક્ષરનિવાસ પામ્યા હતા.