બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા થયાંની ઘટના સામે આવી છે. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પિતાએ અન્ય ચાર સભ્યો પુત્ર, પુત્રવધુ, પત્ની અને પ્રપોત્રની ગત મોડી રાત્રે કરપીણ હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પિતાને ઝેરી દવાની અસરથી હાલ ગંભીર છે જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઘરની દિવાલ પર 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યા છે. જેના પરથી પ્રાથમિક તારણમાં 21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસને ધ્યાને આવ્યો છે. ગામ લોકોને વહેલી સવારે આ ઘટના ધ્યાને આવતાં પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસ હત્યાનું મુખ્ય કારણ શોધી રહી છે.