અમદાવાદની મુલાકાતે આવનારા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પોતિકાપણું લાગે એટલા માટે એરપોર્ટથી લઇને ગાંધીઆશ્રમના માર્ગે, બાળવા અને પ્રાંતિજના તેમના કાર્યક્રમના સ્થળે તેમને આવકારવા માટે અંગ્રેજીની સાથે હિબ્રુ ભાષામાં બેનર લગાવાયા છે. બેનરોમાં નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુને આવકારતા વાક્યો લખાયા છે. અમદાવાદમાં વિશાળ બેનરોમાં હિબ્રુ ભાષામાં કોઈ ભૂલ ના જાય તે માટે હિબ્રુ ભાષાંનાં ખાસ જાણકારોની સેવા લેવાઈ છે.