સરકારી બેન્કો તેના લોન અને જમા રકમ પરના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાની આનાકાની કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ગત શુક્રવારે તેના લોન અને જમાના દરોને રેપો રેટ સાથે જોડવાની જાહેરાત કરી હતી. આ અંગે પંજાબ નેશનલ બેન્કના એક અધિકારીને પૂછતા તેણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં આવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. બેન્ક ઓફ બરોડા અને આઈડીબીઆઈ બેન્કે આ સવાલનો કોઈ જવાબ આપ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, એસબીઆઈએ ગત સપ્તાહે જ આ નિર્ણય કર્યો હતો, તેનાથી તમામ જમાકર્તાને અસર થશે નહિ. મેમાં આ વ્યવસ્થા તેવા ખાતા પર લાગૂ થશે, જેમાં એક લાખ રૂપિયાથી વધુ રકમ હશે. અન્ય બેન્કો દ્વારા તેનું અનુકરણ ન કરવાને કારણ રિઝર્વ બેન્ક નારાજ થઈ શકે છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 21 ફેબ્રુઆરીએ બેન્કોના પ્રમુખોની મુલાકાતમાં પુછ્યું હતું કે રેપો રેટમાં ઘટાડો છતાં પણ તે શાં માટે લોનને સસ્તી કરતા નથી.
જણાવી દઈએ કે, હાલમાં બેન્કો પોતે નક્કી કરે છે લોન અને જમા પર વ્યાજ દરો કયારે ઘટાડવા-વધારવા જોઈએ. તે માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ બેઝડ લેન્ડિંગ રેટના આધાર પર લોન આપે છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે એક એપ્રિલથી તેની જગ્યાએ નવો માપદંડ આવશે. બાદમાં રેપો રેટ ઘટાડ્યા બાદ બેન્કોએ વ્યાજ દરો ઘટાડવા જ પડશે.