કોલંબોમાં રમાયેલી ત્રિકોણીય ટી-20 શ્રેણીમાં યજમાન શ્રીલંકાને હરાવ્યા પછી બાંગ્લાદેશની ટીમના એક ખેલાડીએ એકાએક ડ્રેસિંગ રૂમનું કાચ તોડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં મેચ રેફરી ક્રિસ બ્રોડે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો આદેશ આપ્યો હતો. અહેવાલ અનુસાર બાંગ્લાદેશની બેટિંગ દરમ્યાન નો બોલને લઇને બન્ને દેશની ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.