આવતી કાલે અંડર 19 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટક્કર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ટીમ પહેલીવાર વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યા બાદ ટ્રોફી જીતવા માંગશે જ્યારે ભારત પાંચમીવાર આ ખિતાબ પોતાના નામે કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ભારતની 2018ની વિજેતા ટીમમાં પૃથ્વી શો અને શુભમાન ગિલ હતા જે સીનિયર ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં તો હાલની ટીમમાં યશશ્વી જયસ્વાલ, સ્પિનર રવિ બિશ્નોઈ અને ઝડપી બોલર કાર્તિક ત્યાગી છે.