બાંગ્લાદેશની સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકારે સલામતિ અને શાંતિ અંગેના તમામ યોગ્ય પગલાં લઈ લીધાં છે. તે પછી હાઈકોર્ટને 'સ્વયમેવ' (સુઓ મોટો) કાર્યવાહી કરી, 'ઈસ્કોન'ની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે, કરાયેલી યાચિકા અસ્વીકાર્ય ગણી હતી, અને ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.