બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થઇ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી ભાગ્યાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગે આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સૈન્યને માર્ગો પર તહેનાત કરી દીધું.