દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં બીજા દાવમાં 6 વિકેટે 85 રન કર્યા છે. ડેન પીટ 13 રને અને બ્રૂઇન 14 રને રમી રહ્યા છે. ડિન એલ્ગર 16 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો.
કપ્તાન ફાફ ડુ પ્લેસીસ 4 રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં કવિન્ટન ડી કોક 5 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝુબેર હમઝા શૂન્ય રને શમીની બોલિંગમાં આઉટ થયો હતો.