વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય બાંગા, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, ઓલિમ્પિયન રેસલર સાક્ષી મલિક, અભિનેતા-ડિરેક્ટર દેવ પટેલ નો ટાઇમના વિશ્વના ૧૦૦ પ્રભાવશાળીઓની યાદીમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત આ યાદીમાં અમેરિકાના ઊર્જા વિભાગના લોન પ્રોગ્રામ ઓફિસ ડિરેક્ટર જિગર શાહ, યેલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર પ્રિયમવદા નટરાજન, ભારતીય મૂળના રેસ્ટોઅર અસ્મા ખાનનો સમાવેશ થાય છે.