ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 9 ઇંચ વરસાદ વાવ તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદને પગલે વાવ તાલુકાના અનેક ગામોના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે માડકા અને મોરિસા ગામમાં આવેલું તળાવ ફાટી જતાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. પાણીના પ્રવાહને કારણે નજીકમાંથી પસાર થતો રસ્તો ધોવાઇ ગયો છે.
વરસાદનું પાણી ગામમાં ઘૂસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે ગામના લોકોએ તંત્રને જાણ કરીને પાણીને ગામમાં પ્રવેશતું રોકવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.
વાવમાં ફક્ત આઠ જ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા વાવની સરસ્વતી વિદ્યા મંદિરનું કેમ્પસ પાણીમાં ગરક થઈ ગયું હતું. વાવા-થરાબ હાઇવે પર પણ પાણી ભરાયા હતા. હાઇવેની નજીકની ખેતરમાં પણ પાણી ભરાયા હતા.
બીજી તરફ વાવનું વાઢીયા વાસ ગામ વરસાદને પગલે પાણીમાં ગરક થઈ ગયું છે. ગામમાં જવાને રસ્તે પાણી ભરાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા કાચા મકાનોની દીવાલો ધસી પડી છે.
વાવમાં એકસાથે નવ ઇંચ વરસાદ મુશ્કેલી ઉપરાંત ખેડૂતો માટે ખુશી લાવ્યો છે. વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે તેનાથી ખૂબ ફાયદો થયો છે, પરંતુ હવે વધારે વરસાદ પડશે તો જુવાર, બાજરી અને ગુવારના પાકને નુકસાનનો ડર છે.